ગાંધીનગરઃ ગુજરાતમાં હાલના 33 જિલ્લાઓમાં વધુ એક જિલ્લો થરાદ-વાવ ઉમેરાવા જઈ રહ્યો છે, જેને કેબિનેટની બેઠકમાં મંજૂરી આપી દેવાઈ છે. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને થરાદ-વાવને નવો જિલ્લો બનાવાશે. જેમાં 8 તાલુકા સાથે થરાદ જિલ્લાનું મુખ્ય મથક રહેશે. આ સાથે પાટણ, મહેસાણા, નવસારી, પાલડી અને વાપી સહિત પાલિકાને નવી 9 મહાનગરપાલિકા સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવશે. હાલ બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકા છે, જેમાંથી હવે 8 તાલુકાઓનો થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવશે.

