મુંબઈઃ ભારતીય ક્રિકેટર ઓલરાઉન્ડર અક્ષર પટેલ 19 ડિસેમ્બરે દીકરાનો પિતા બન્યો છે. આફ્રિકાના દાર-એ-સલામથી બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા - (BAPS)ના વડા મહંતસ્વામી મહારાજે તેના દીકરાનું નામ હક્ષ પાડીને આશીર્વાદ પાઠવીને પરિવારના સ્વસ્થ જીવન માટે શુભકામના આપી હતી.
અક્ષર પટેલની પત્ની મેહાએ આણંદની હોસ્પિટલમાં દીકરાને જન્મ આપ્યો હતો. BAPSના વરિષ્ઠ સંત ભગવતચરણ સ્વામીએ મીડિયાને કહ્યું હતું કે, ‘અક્ષર પટેલને ત્યાં બાળકનો જન્મ થતાં હું હોસ્પિટલ ગયો હતો અને પરિવારને આશીર્વાદ આપ્યા હતા.’ ઉલ્લખેનીય છે કે, મહંતસ્વામી મહારાજ હાલ આફ્રિકાના દાર-એ-સલામ હોવાથી સ્વામીજીને ત્યાં ફોન કરીને વાત કરી હતી. અક્ષર પટેલના દીકરાની રાશિ કર્ક આવી હોવાથી મહંતસ્વામીએ અક્ષરના પુત્રનું નામ હક્ષ પાડી તેને આશીર્વાદ પાઠવ્યા હતા.

