અમદાવાદ: 17 વર્ષીય દિવ્યાંગ તરુણ ઓમ જિજ્ઞેશ વ્યાસે રાષ્ટ્રીય સ્તરે પોતાનું તથા પોતાના પરિવાર સહિત સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. ઓમ વ્યાસની વિશેષતા વિશે વાત કરીએ તો, તે લખી કે વાંચી શકતો નથી, પરંતુ તેને સુંદરકાંડ તથા ભગવદ ગીતાના શ્લોકો સહિત સંસ્કૃતના 2 હજાર શ્લોકો કંઠસ્થ છે.
ઓમ વ્યાસને કળા તેમજ સંસ્કૃતિ ક્ષેત્રે તેની અદ્વિતીય સિદ્ધિઓ માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા આ નેશનલ એવોર્ડ એનાયત કરાયો છે. ઓમ વ્યાસ થોડા સમય પહેલાં જ માતા-પિતા સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પ્રત્યક્ષ મળવા પહોંચ્યો હતો એ વેળાએ પણ મુખ્યમંત્રી તેની સિદ્ધિઓથી પ્રભાવિત થયા હતા.

