પ્રિવિલોન ગ્રૂપના જયદીપ કોટકની ધરપકડ

Thursday 02nd January 2025 01:26 EST
 
 

અમદાવાદઃ ઘુમામાં ૨૨ માળની રેસીડેન્સીયલ અને કોમર્શીયલ સ્કીમની જાહેરાત કરીને બુકીંગના નામે કરોડો રૂપિયા ઉઘરાવીને છેતરપિંડી કરવાના મામલે બોપલ પોલીસે બિલ્ડર જયદીપ કોટકની ધરપકડ કરીને છે. ઉલ્લેખનીય છે કે રેરાની પરવાનગી વિના જ બોપલમાં સ્કીમની જાહેરાત કરીને અનેક લોકો પાસેથી ફ્લેટ અને શોપનું વેચાણ કરીને એડવાન્સમાં નાણાં લઇને આરોપીઓ ફરાર થઇ ગયા હતા.  આ કેસમાં છેતરપિંડીનો આંક વધવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.  પ્રાથમિક તપાસમાં સૌથી ચોંકાવનારી વિગતો સામે આવી છે તે સાઉથ બોપલની જમીન  ખરીદી કર્યા વિના જ  સ્કીમની જાહેરાત કરી દીધી હતી.


comments powered by Disqus