પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતીએ મધ્યપ્રદેશના ખજુરાહોમાં દેશની પ્રથમ મહત્ત્વાકાંક્ષી કેન-બેતવા રાષ્ટ્રીય નદી જોડો પરિયોજનાનો શિલાન્યાસ કર્યો. પીએમ મોદીએ આ નિમિત્તે કહ્યું કે, છેલ્લું દશક, ઇતિહાસમાં જળસુરક્ષા અને જળ સંરક્ષણના અભૂતપૂર્વ દશકના રૂપમાં યાદ કરાશે. કેન-બેતવા નદી જોડો
રાષ્ટ્રીય પરિયોજનાના માધ્યમથી બુંદેલખંડની તસવીર બદલી જશે.

