પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતી 25 ડિસેમ્બરે દિલ્હીસ્થિત તેમના સમાધિસ્થળ સદૈવ અટલ પર પુષ્પાંજલિ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત કેટલાક રાજનેતાઓએ તેમને ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પી હતી. તેમને 27 માર્ચ 2015એ ભારત રત્નથી સન્માનિત કરાયા હતા.

