ભૂપેન્દ્રસિંહ ઝાલાએ લોકોના રૂ. 450 કરોડ ખંખેર્યા

Thursday 02nd January 2025 01:26 EST
 
 

બીઝેડ સર્વિસ હેઠળ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ 11 હજાર ગ્રાહકોની ચેઇન ઊભી કરી રૂ. 450 કરોડ ખંખેર્યા હોવાનું જણાયું છે.

• ખ્યાતિકાંડની જાણ છતાં ભ્રષ્ટ તંત્ર મૌન રહ્યુંઃ વીમા મંજૂર કરતી બજાજ એલાઇન્સએ જણાવ્યું કે, ખ્યાતિ હોસ્પિટલ અંગે શંકા જતાં આ મામલે પીએમજેએવાયને જાણ કરાઈ હોવા છતાં તંત્ર મોન રહ્યું હતું.

• ધારાસભ્ય ગજેન્દ્રસિંહની કડી મેળવવામાં પોલીસનાં ફાંફાંઃ પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ બાદ હાઇકોર્ટ તટસ્થ તપાસના આદેશ આપ્યા હતા. જો કે ગુનો નોંધાયાના 80 દિવસ બાદ પણ ગાંધીનગર પોલીસના હાથ ખાલી છે.

• કાગળ પર બનાવેલી 12 કંપનીથી કરોડો ઠગ્યા બાદ 2 પ્રમોટર દુબઈ ફરારઃ બીઝેડ કંપનીની જેમ 12 નકલી કંપની ઊભી કરી રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવી લઈ 2 પ્રમોટર દુબઈ ફરાર થઈ ગયા છે.

• પ્રિ-પેઇડ સ્માર્ટ વીજમીટર લગાવનારાને 2 ટકા રિબેટ જાહેરઃ સરકાર દ્વારા પ્રિપેઇડ વીજમીટર અંગે વિરોધ બાદ સરકારે પ્રિપેઇડ વીજમીટર લગાવનારાને એડવાન્સ્ડ નાણાં ભરવા બદલ 2 ટકા રિબેટ આપવા નિર્ણય લીધો છે.

• આઇટી દરોડામાં દોસાણી ગ્રૂપનું વિદેશમાં કરોડો રૂપિયાનું રોકાણ મળ્યુંઃ દોસાણી ગ્રૂપની 5 જગ્યા પર આઇટીના દરોડામાં વિદેશમાં મોટા પ્રમાણમાં પ્રોપર્ટીમાં રોકાણ કર્યું હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત અધિકારીઓને ડિજિટલ ડેટા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.


comments powered by Disqus