સચ્ચિદાનંદજી દ્વારા SGVPના 10 ડોક્ટરને સોનાની રુદ્રાક્ષમાળા ભેટ

Thursday 02nd January 2025 01:26 EST
 
 

અમદાવાદઃ 93 વર્ષના પદ્મભૂષણ પ.પૂજ્ય મહર્ષિ સ્વામી સચ્ચિદાનંદજી પોતાના દંતાલી પેટલાદ ખાતેના ભક્તિનિકેતન આશ્રમમાં 11 ડિસેમ્બરે પડી જતાં જમણાં પગે ફ્રેક્ચર થયું હતું. જેના પગલે સારવાર માટે તેમને અમદાવાદની એસ.જી.વી.પી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ તેમની મુલાકાત લીધી હતી. ડોક્ટરની ટીમે સફળ ઓપરેશન કરતાં હાલમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. સફળ ઓપરેશન કરનારા 10 ડોક્ટરની ટીમના તમામ 10 ડોકટરને સોમવારે સ્વામીજી દ્વારા રૂ. 1.30 લાખની સાચા રુદ્રાક્ષની સોનાની માળા અર્પણ કરાઈ હતી. માત્ર ડોક્ટરો જ નહીં પણ હોસ્પિટલના સ્ટાફને પણ શિયાળાની ઠંડી ન લાગે માટે સ્વેટર અર્પણ કર્યાં હતાં.


comments powered by Disqus