ભારતીય યુવાનોને જાપાનીઝ બિઝનેસ કલ્ચર અને મેનેજમેન્ટ સ્કિલ્સની તાલીમ આપવા તેમજ તેના પ્રોત્સાહન માટે સુઝુકી મોટર કોર્પોરેશન, જાપાનના સહકારથી એએમએ ખાતે મંગળવારે સુઝુકી-એએમએ(અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન) સેન્ટર ફોર જાપાનીઝ મેનેજમેન્ટનું ઉદ્ઘાટન કરાયું છે. આ મેનેજમેન્ટ સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે શિઝુઓકા પ્રીફેક્ચરલ ગવર્નમેન્ટના ગવર્નર યાસુતોમો સુઝુકી, પ્રેસિડેન્ટ તોશીહિરો સુઝુકીએ ગુજરાતની મુલાકાત કરી હતી.

