સૈન્ય માટે રૂ. 7600 કરોડમાં થશે કે-9 વજ્ર તોપોની ખરીદી

Thursday 02nd January 2025 03:07 EST
 
 

નવી દિલ્હી: ભારતીય સેનાની તાકાતમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. સંરક્ષણ મંત્રાલય હવે તેમાં વધારો કરવા 155 મિ.મી. કેલિબરની કે-9 વજ્ર ટી-સેલ્ફ-પ્રોપેલ્ડ તોપનો સોદો કરવા જઈ રહ્યું છે. આ તોપના ઉત્પાદન માટે લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ સાથે રૂપિયા 7628.70 કરોડના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. સંરક્ષણ મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે, ભારતીય શ્રેણી હેઠળ આ ખરીદી થવાની છે. આ માટેની સમજૂતી પર સંરક્ષણ સચિવ રાજેશકુમાર સિંહની ઉપસ્થિતિમાં સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓ અને એલએન્ડટીના પ્રતિનિધિઓ વચ્ચે સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. કે-9 વજ્ર- ટી તોપની ખરીદી થતાં તોપખાનાના આધુનિકીકરણને વેગ મળશે. 


comments powered by Disqus