હળદર, ધાણાજીરું, લાલ મરચાંમાં વધુ જંતુનાશકો મળ્યાં

Thursday 02nd January 2025 02:31 EST
 
 

હિંમતનગરઃ બનાસકાંઠા ફૂડ -ડ્રગ્સ વિભાગની તપાસમાં રસોડામાં વપરાતા મસાલાના વિવિધ નમૂનામાં જંતુનાશક દવાઓનું વધુ પ્રમાણ હોવાનું સામે આવ્યું છે. પાલનપુર ફૂડ વિભાગે પાલનપુર, થરા અને થરાદમાંથી મરચું, હળદર, ધાણાજીરું અને જીરાનાં સેમ્પલ ત્રણ મહિના પૂર્વે લઈ બરોડાની લેબમાં ચકાસણીઅર્થે મોકલ્યાં હતાં, જેમાં પેસ્ટિસાઇડનું પ્રમાણ અનેકગણું વધારે જણાયું હતું, જેને લઈ સેમ્પલ અસુરક્ષિત જાહેર કરાયાં છે.


comments powered by Disqus