‘કચ્છ તમારી રાહ જુએ છે, આવો...’ મોદીનું દેશ-વિદેશના પ્રવાસીઓને આમંત્રણ

Thursday 02nd January 2025 01:26 EST
 
 

ભુજઃ કચ્છ ટૂરિઝમ ક્ષેત્રે વિશ્વફલક પર પહોંચ્યું છે અને રણોત્સવ પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ ડેસ્ટિનેશન છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સહેલાણીઓને કચ્છના રણનો લાભ લેવા પ્રવાસીઓને આહવાન કર્યું છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને લોકોને રણોત્સવની ઝલક બતાવી છે. આ સાથે તેઓએ વીડિયો શેર કરીને કહ્યું છે કે, ‘કચ્છ તમારી રાહ જુએ છે? આવો, રણોત્સવ દરમિયાન સફેદ રણ, કચ્છની અદભુત સંસ્કૃતિ અને ઉષ્માભર્યા આતિથ્યને માણીએ. માર્ચ 2025 સુધી ચાલનારો આ તહેવાર તમારા અને તમારા પરિવાર માટે એક અવિસ્મરણીય અનુભવ બનવાનું વચન આપે છે. કચ્છ તમારા બધાની રાહ જોઈ
રહ્યું છે.’ ઉલ્લેખનીય છે કે, રણોત્સવને માણવા દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓ કચ્છની પરંપરાગત કળા, સંસ્કૃતિ અને હસ્તકલાનો અનુભવ કરી શકે છે.


comments powered by Disqus