વડોદરાઃ નવરાત્રીના પવિત્ર તહેવાર દરમિયાન વડોદરા શહેરની શાંતિને ડહોળવા માટે પોસ્ટર યુદ્ધ શરૂ થઈ ગયું. વડોદરામાં I Love MOHAMMED સામે સનાતની યુવા સેનાના નામે I Love Mahadevનાં પોસ્ટર લગાવાયાં હતાં. ઉત્તરપ્રદેશમાં મોહંમદનાં લાગેલાં પોસ્ટર અંતર્ગત અટકાયતના વિરોધમાં મુસ્લિમ સમાજ દ્વારા દેશનાં અનેક શહેરોમાં I Love MOHAMMEDનાં પોસ્ટર લગાવવા સાથે દેખાવ યોજવામાં આવ્યાં.

