આણંદથી પાવાગઢનો ડુંગર દેખાતાં મોટી સંખ્યામાં લોકો ઊમટ્યા

Wednesday 01st October 2025 06:49 EDT
 
 

માતાજીની આરાધનાના પર્વે નવલી નવરાત્રીના દિવસો દરમિયાન સોમવારે આણંદમાં ચિખોદ્રા ઓવરબ્રિજ પરથી પાવાગઢનાં ડુંગરનાં દર્શન થયાં હતાં. આ અદભુત દૃશ્યનાં દર્શન કરવા શ્રદ્ધાળુઓનાં ટોળેટોળાં ગણેશ ઓવરબ્રિજ પર ઊમટ્યા હતા. એક તબક્કે ઓવરબ્રિજ પર ટ્રાફિક સર્જાયો હતો. જાણકારો મુજબ વરસાદ વચ્ચે વાતાવરણ ચોખ્ખું બનતાં પાવાગઢનો ડુંગર દેખાયો હતો. આ સમયે આણંદના સ્થાનિકો દ્વારા ફોટો-વીડિયો કેદ કરાયા હતા.


comments powered by Disqus