નવી દિલ્હીઃ કેન્દ્રના સંરક્ષણ મંત્રાલય દ્વારા 97લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) આધુનિક યુદ્ધવિમાનો ખરીદવા તેમજ 68 ફાઇટર્સ અને 29 ટ્વિન સીટર્સ ખરીદવા માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (IHAL) સાથે રૂ. 62.370 કરોડનો સોદો કરવામાં આવ્યો છે. આ આધુનિક યુદ્ધ વિમાનો ફાઈટર જેટ તૈજસનું આધુનિક વર્ઝન છે, જેની ડિલિવરી 2027-28માં શરૂ થશે અને 6 વર્ષમાં પૂરી થશે. આ યુદ્ધ વિમાનમાં 64 ટકા પાર્ટ્સ સ્વદેશી હશે, જેમાં 67 વધારાની વસ્તુ ઉમેરવામાં આવી છે. આ સોદો જાન્યુઆરી 2021માં કરવામાં આવેલા LCA Mk1A કોન્ટ્રાક્ટ ઉપરાંત હશે.આ પ્રોજેક્ટથી દેશમાં 6 વર્ષમાં 11750 સીધી અને આડકતરી નવી રોજગારીનું સર્જન થશે. જેને કારણે દેશની એરોસ્પેસ ઈકો સિસ્ટમને વેગ મળશે. દેશમાં જ સ્પેર પાર્ટ્સનાં ઉત્પાદન માટે 105 ભારતીય કંપનીને સીધી જોડાઈ છે. દેશમાં મેક ઇન ઇન્ડિયાને પણ વેગ મળશે. સરકાર આ રીતે દેશનાં સ્વદેશી ડિફેન્સ સેક્ટરને વધારે મજબૂત બનાવવા માગે છે.

