મહેસાણાઃ કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી મંદિર સંસ્થાનના પ્રમુખ સહિતના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરાઈ છે, જેમાં પ્રમુખ તરીકે સર્વાનુમતે સતત પાંચમી વાર અમદાવાદ દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલની સતત પાંચમી વખત વરણી કરાઈ છે. ઊંઝા શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ખાતે ઉમિયાધામના નવીન પ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણીને લઈ બેઠક યોજાઈ હતી, જેમાં આ ઉપરાંત ઉપપ્રમુખ તરીકે રમેશભાઈ પટેલ દૂધવાળા અને મૌલેશભાઈ ઉકાણીની નિમણૂક કરી છે. જ્યારે મંત્રી તરીકે જયંતીભાઈ પટેલની વરણી કરાઈ છે.

