ભુજઃ નવરાત્રીના ત્રીજા નોરતે રાત્રે 1:46 વાગ્યે કચ્છ જિલ્લામાં ભૂકંપનો આંચકો નોંધાયો હતો. ભુજના ખાવડા ગામથી ઉત્તર-પશ્ચિમ દિશામાં 3.3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. આ આંચકાનું કેન્દ્રબિંદુ ભારત-પાકિસ્તાન સરહદ નજીક હતું. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી રિસર્ચ સેન્ટરે આ આંચકાની નોંધ લીધી હતી. મધ્યમ તીવ્રતાના આ આંચકાની સ્થાનિક સ્તરે કોઈ અસર જોવા મળી નથી. જો કે એક જ સપ્તાહમાં આ ત્રીજો આંચકો હોવાથી લોકોમાં ચિંતા જોવા મળી હતી.

