ગાંધીનગરઃ કલોલ નારદીપુર તળાવમાં ઝંપલાવી ગામના 3 યુવકોએ સામૂહિક આપઘાત કરી લીધો. તળાવમાં ઝંપલાવતા પહેલાં ત્રણેય યુવકોએ ઇન્સ્ટાગ્રામ પર રીલ બનાવી શેર કરી હતી, જેના પગલે પરિવારજનો તળાવ પર દોડી ગયા હતા. આ યુવકોના આપઘાત કરવા પાછળનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. પ્રાપ્ત વિગતો અનુસાર નારદીપુરમાં રહેતા 21 વર્ષીય ધૈર્ય જિતેન્દ્રકુમાર શ્રીમાળી, 23 વર્ષીય કૌશિકકુમાર કનુભાઈ મહેરિયા અને 39 વર્ષીય અશોક નરસિંહભાઈ વાઘેલા સોમવારે સાંજે ગામના તળાવ પર પહોંચ્યા હતા. આ ત્રણેયે એકસાથે તળાવમાં પડી મોત વહાલું કરવાના કારણ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
