ગોંડલઃ રવિવારે કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયાએ ગોંડલ અક્ષર મંદિરે દર્શન કર્યાં. મંદિર ખાતે પૂ. દિવ્યપુરુષ સ્વામી અને પૂ. આરુણી ભગતે પુષ્પહાર કરી તેઓનું સ્વાગત કર્યું હતું. શ્રી અક્ષર મંદિરે ભગવાનનાં ચરણોમાં શિશ ઝુકાવી મનસુખભાઈએ ધન્યતાનો અનુભવ કર્યો હતો. રવિવારે મંદિરમાં ચાલતી સત્સંગ સભામાં પણ તેમણે હાજરી આપી હતી. આ તકે મનસુખભાઈએ ઉપસ્થિત સભાજનોને ઉદબોધન કરતા જણાવ્યું હતું કેઃ "ભગવાન અને આવા સંતોના દર્શન થવા એ મહાભાગ્યની વાત છે.
