ગોંડલઃ ભાજપના દિગ્ગજ નેતા, જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી તેમજ ગોંડલ માર્કેટ યાર્ડ અને નાગરિક બેન્કના પૂર્વ ચેરમેન જયંતીભાઈ ઢોલનું રાજકોટસ્થિત તેમના પુત્રના ઘરે નિધન થયું. તેમના નિધનના સમાચાર ગોંડલ પહોંચતાં જ ભાજપ પરિવાર સહિત સમગ્ર ગોંડલમાં શોકનું વાતાવરણ છે. જયંતીભાઈને 4 વર્ષ પહેલાં પેરાલિસિસનો એટેક આવ્યો હતો, જેના પગલે તેઓ જાહેરજીવનથી અલિપ્ત બન્યા હતા અને ત્યારથી જ તેમની તબિયત અસ્વસ્થ હતી.

