વલસાડઃ દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને સુરત સહિતના જિલ્લાઓમાં આવેલ વાવાઝોડાએ વિનાશ વેર્યો છે. આ વાવાઝોડાથી 1700થી વધુ ઘરને નુકસાન થયું છે, તો 25થી વધુ ઇજાગ્રસ્ત બન્યા છે. આ વાવાઝોડાથી દરિયાકિનારે લાંગરેલી 10 બોટ તૂટી જતાં માછીમારોને ભારે નુકસાન થયું છે. લણણી સમયે જ ડાંગરના પાકને નુકસાન થતાં ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે. ગામેગામ સંખ્યાબંધ વૃક્ષો અને વીજથાંભલા ધરાશાયી થતાં અંધારપટ છવાવા સાથે રાત્રે અનેક માર્ગો પર વાહન વ્યવહાર બંધ થયો હતો. ભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત ઉપરાંત મધ્ય ગુજરાતમાં ગરબાના આયોજન બંધ રખાયાં હતાં.
