સુરતઃ કેન્દ્ર સરકારના સ્વચ્છતા મિશનમાં સુપર સ્વચ્છ લીગમાં સુરતે રાજ્ય સરકારના સ્વચ્છતા મિશન ‘નિર્મળ ગુજરાત 2.0’ માં પણ પહેલો ક્રમ મેળવ્યો છે. આ નિમિત્તે શુક્રવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સુરત શહેરને રૂ. 1.5 કરોડ પુરસ્કાર એનાયત કરાયો. ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને નિર્મળ ગુજરાત એવોર્ડ સમારોહ અને સ્વચ્છ ભારત મિશન એવોર્ડ ચિંતન શિબિરનું આયોજન કરાયું હતું. આ નિમિત્તે રાજ્યના ચીફ સેક્રેટરી પંકજ જોશી, પ્રિન્સિપલ સેક્રેટરી અર્બન ડેવલપમેન્ટ અને અર્બન હાઉસિંગ એમ. થેન્નારસન અને મિશન ડિરેક્ટર સ્વચ્છ ભારત મિશન નાગરાજન પણ હાજર રહ્યા હતા.

