અમદાવાદની GLડ યુનિવર્સિટીને ગુજરાતના સૌથી મોટા શૈક્ષણિક સેટઅપમાંથી એક અને શિક્ષણક્ષેત્રે લગભગ 9 દાયકાનો ઇતિહાસ વારસામાં મળ્યો છે. આ કેમ્પસ ખાતે યુનિવર્સિટીની નવી ઇમારતનો ઉદ્ઘાટન સમારોહ BAPS હિન્દુમંદિર અબુ ધાબીના પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીની નિશ્રા અને આશીર્વચન સાથે યોજાયો. જેમાં GLS યુનિ.ના ગવર્નિંગ બોર્ડના સભ્યો સુધીરભાઈ નાણાવટી, ઝાયડસ ગ્રૂપના પંકજભાઈ પટેલ અને દેવાંગભાઈ નાણાવટી, એડવોકેટ જનરલ કમલભાઈ ત્રિવેદી, કીર્તિકાંતભાઈ નાણાવટી, શાયોના ગ્રૂપના સુરેશભાઈ પટેલ, નવરત્ન ગ્રૂપના પ્રણવભાઈ શાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

