અમદાવાદઃ ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા મોન્ટુ પટેલને સ્ટેટ ફાર્મસી કાઉન્સિલાંથી દૂર કરવાનો તાજેતરમાં નિર્ણય લેવાયો હતો. જેના પગલે કેન્દ્ર સરકાર દ્વારા ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (PCI)ને પત્ર લખવામાં આવ્યો છે કે, મોન્ટુ પટેલનું સભ્યપદ જ ન રહેતાં હવે તેઓ પ્રમુખપદે ગેરલાયક ઠરે છે. વધુમાં PCIને કહ્યું છે કે, આગામી ત્રણ મહિનામાં નવા પ્રમુખની પસંદગી માટેની ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવે. ચૂંટણી બાદ જ્યાં સુધી નવા પ્રમુખની પસંદગી ના થાય ત્યાં સુધી PCIના વાઈસ પ્રેસિડેન્ટ જશુભાઈ ચૌધરી કાર્યકારી પ્રમુખ તરીકે રહેશે.

