હૈદરાબાદમાં આયોજિત ટી ચિપ સેમિકોન કોન્સ્ટિટ્યુશનલ સમિટમાં ભારતની પ્રથમ એઆઈ ચિપ જોવા મળી હતી. આ ચિપ સંપૂર્ણ રીતે ભારતીય ટેકનિકથી બનાવાઈ છે. આ સિદ્ધિને એટલે મોટી ગણવામાં આવી છે, કારણ તે ભારતના સેમિ કંડક્ટર ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવાની દિશામાં મોટું પગલું છે.
• પહલગામ હુમલા બાદ 7 પ્રવાસન સ્થળ ખૂલ્યાંઃ જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્રે સોમવારે કાશ્મીર ખીણમાં સાત મુખ્ય પ્રવાસન સ્થળો ફરીથી ખોલ્યા, જે 22 એપ્રિલે પહલગામ આતંકી હુમલા બાદ બંધ કરાયાં હતા. શુક્રવારે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાની અધ્યક્ષતામાં મળેલી યુનિફાઇડ હેડક્વાર્ટરની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
• ભારતની ભુતાન સાથે બે ક્રોસ બોર્ડર રેલ લિંક્સઃ ભારતે રૂ. 4000 કરોડથી વધુના ખર્ચે ભુતાનનાં શહેરો સામત્સે અને ગેલેફુ સાથે કુલ 89 કિ.મી. લંબાઈના બે ક્રોસ-બોર્ડર રેલ લિંક્સ શરૂ કરવાની સંયુક્ત યોજનાની સોમવારે જાહેરાત કરી છે. રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ અને વિદેશ સચિવ વિક્રમ મિસરીએ આ અંગેની વિગતો આપી હતી.
• સંઘના પ્રચાર માટે મોહન ભાગવત વિદેશ પણ જશેઃ આરએસએસ આ વર્ષે દશેરાથી શતાબ્દી વર્ષની ઉજવણી શરૂ કરી છે. 2 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર 2026 સુધી દેશભરમાં 7 મોટા કાર્યક્રમો યોજાશે. તેનો ઉદ્દેશ્ય સંઘની 100 વર્ષની યાત્રા, પડકારો અને ઉકેલોને સમાજ સામે રાખવાનો છે. કાર્યક્રમો અંતર્ગત સંઘના વડા મોહન ભાગવત વિદેશ પ્રવાસ પણ કરશે.
• અંદમાનથી નેચરલ ગેસના ભંડાર મળ્યાઃ કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ અંદમાન સમુદ્રમાં નેચરલ ગેસના ભંડાર મળ્યાની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે આ ભંડારની શોધ અંદમાન દ્વીપ સમૂહના પૂર્વમાં તટથી લગભગ 17 કિ.મી. દૂર આવેલા શ્રી વિજયપુરમના બે કૂવામાં થઈ છે. આરંભના ટેસ્ટમાં નેચરલ ગેસના નમૂના મળ્યા છે, જ્યારે તેના સઘન ટેસ્ટ કરવામાં આવ્યા તો એમાં 87 ટકા મિથેન હોવાનું જાણવા મળ્યું છે.

