વડોદરાઃ દુબઈ ખાતે રમાયેલા એશિયા કપમાં ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ વચ્ચે સર્જાયેલા માહોલ, પાકિસ્તાની ટીમના કેટલાક ક્રિકેટર્સની હરકત અંગે ભારતીય ટીમના પૂર્વ વિકેટ કીપર સૈયદ કિરમાણીએ જણાવ્યું, ભૂતકાળમાં ક્યારેય નથી તેવું એશિયા કપમાં ભારત પાકિસ્તાનની ટીમ વચ્ચે જોવા મળ્યું. આ સ્પોર્ટ્સમેન સ્પિરિટ નથી, ક્રિકેટ જેન્ટલમેન ગેમ છે તેમ કહી પાકિસ્તાની ટીમના ક્રિકેટરોની હરકતની તેમણે ટીકા કરી હતી.. એમ.એસ. યુનિ.ના પૂર્વ વાઇસ ચાન્સેલર તથા લંડન હાઉસ ઓફ લોર્ડના સભ્ય લોર્ડ ભીખુ પારેખ દ્વારા સૈયદ કિરમાણીનું સન્માન કરાયું હતુ. આ સમયે સૈયદ કિરમાણીએ 1983 વર્લ્ડકપનાં સંસ્મરણો વાગોળ્યાં હતાં. આ પ્રસંગે લોર્ડ ભીખુ પારેખ, પૂર્વ ક્રિકેટર કિરણ મોરે, નયન મોંગીયા, અતુલ બેદાડે સહિતના મેમ્બર્સ હાજર રહ્યા હતા.

