અમદાવાદઃ મહેસાણા અર્બન કો.ઓ. બેન્કના પૂર્વ સીઈઓ વિનોદ પટેલની રૂ. 64 કરોડના લોન કૌભાંડમાં ધરપકડ કરી તપાસ હાથ ધરાઈ. તપાસમાં ખૂલેલી વિગતો મુજબ આરોપી દંપતી બીજલ મહેતા અને તેના પતિએ 2016થી 2023 સુધી રૂ. 64.04 કરોડની ડેવલપમેન્ટ લોન લીધી હતી, જે રકમ તેમણે અંગત ઉપયોગમાં વાપરી નાખીને ઉચાપત કરી હતી.
