નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે રાજકોટમાં ભક્તિ, શૌર્ય અને સંસ્કૃતિનો અદ્ભુત સંગમ જોવા મળ્યો. બજરંગ ગરબી મંડળ દ્વારા યોજાયેલા ગરબામાં બહેનો દ્વારા સળગતી ઇંઢોળીનો રાસ અને હાથમાં મશાલ અને સળગતા ગરબા સાથે રાસ કરવામાં આવ્યો. શક્તિ અને ભક્તિનું આ ઉત્તમ ઉદાહરણ જોઈને મા દુર્ગા ગરબે ઘૂમતાં હોય તેવી અનુભૂતિ થઈ હતી.

