સુરતઃ દમણના પ્રશાસન સચિવ અજય ગુપ્તાના સરકારી નિવાસથી બોલપેનની ચોરી થઈ હતી. આઇએએસ અધિકારીના બંગલા પાસે સ્કૂલનાં બાળકો ભેગા થયાં હતાં. દરમિયાન એક સગીર વિદ્યાર્થીએ બંગલામાં ઘૂસી પાર્કર સહિત ત્રણ બોલપેન ચોરી હતી. અધિકારીએ પેન ચોરીની ફરિયાદ નાની દમણ પોલીસ સ્ટેશને નોંધાવી હતી. પોલીસે વોચ ગોઠવી આરોપી સગીરને પકડી પાડ્યો હતો. આરોપી ધોરણ-8નો વિદ્યાર્થી છે. પોલીસે તેને જુવેનાઇલ કોર્ટમાં રજૂ કર્યો હતો.