અમદાવાદ: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ-અમદાવાદના દુબઈ કેમ્પસનો આગામી સપ્ટેમ્બરથી પ્રારંભ થશે. આઇઆઇએમ-એનો 60મો દીક્ષાંત સમારોહ યોજાયો. જેમાં આઇઆઇએમ-એના ડિરેક્ટર પ્રોફેસર ભારત ભાસ્કરે સંસ્થાની પ્રવૃત્તિ અને સિદ્ધિઓની મુખ્ય ઝલક પ્રસ્તુત કરી હતી. તેમણે એવી જાહેરાત કરી કે, આઇઆઇએમ-એ દુબઈમાં આંતરરાષ્ટ્રીય કેમ્પસ સ્થાપવા જઈ રહેલી પ્રથમ આઇઆઇએમ છે. તેના દુબઈ કેમ્પસનો પ્રથમ અભ્યાસક્રમ સપ્ટેમ્બર-2025માં શરૂ કરાશે.