રિલાયન્સ પરિવારના અનંત અંબાણી પોતાના જન્મદિવસ નિમિત્તે ભગવાન દ્વારકાધીશનાં દર્શન માટે પદયાત્રા કરી રહ્યા છે. અનંત અંબાણીએ 28 માર્ચે શુક્રવારે મધરાત્રે 3 વાગ્યે રિલાયન્સ ટાઉનશિપ-વનતારાથી પદયાત્રા શરૂ કરી હતી. જેના બે દિવસમાં જ અનંતે 24 કિલોમીટર જેટલું અંતર કાપ્યું હતું. તેઓ 10 એપ્રિલે દ્વારકામાં પોતાના જન્મદિવસની ઉજવણી કરશે.

