અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં સોમવારે ઈદની ઉજવણી થઈ હતી. રવિવારે સાંજે ગુજરાત ચાંદ કમિટીએ માહે ઇદ-ઉલ-ફિત્રનો ચાંદ દેખાયો હોવાની જાહેરાત કરતાં સોમવારે ઈદની ઉજવણી કરાઈ હતી. રમજાનમાં સળંગ 29 દિવસ રોજા બાદ ઇદની ખુશી મનાવાઈ હતી. મુસ્લિમ બિરાદરો સોમવારે સવારે અમદાવાદની વિવિધ મસ્જિદોમાં ઈદની વિશેષ નમાજ અદા કરી મુસ્લિમ બિરાદરોએ એકબીજાને મુબારકબાદી પાઠવી હતી.