અમદાવાદઃ છેલ્લા ઘણા લાંબા સમયથી કબૂતરબાજી કરતા એજન્ટો મેક્સિકોના ડંકી રૂટથી લોકોને અમેરિકામાં ઘુસાડતા હતા. ટ્રમ્પ સરકારે મેક્સિકો બોર્ડર પર તપાસ શરૂ કરતાં ઘૂસણખોરી અટકી ગઈ છે. આ સ્થિતિમાં પણ કલોલના એડન્ટ જિતુ પટેલે પોતાના ક્લાયન્ટને કેનેડા બોર્ડર પરથી ઘૂસણખોરી કરાવવા પ્રયાસ કર્યો. અહીંથી ઝડપાયેલા લોકોને આ વ્યવસ્થા જિતુએ કરી આપી હોવાનું જણાવતાં તપાસનો રેલો કલોલ સુધી પહોચ્યો છે. સીબીઆઇને આ ઇનપુટસ આપવામાં આવતાં જિતુ પટેલને કલોલથી ઝડપી લેવાયો હતો.