બોરસદઃ કેનેડાના ઓન્ટેરિયો રાજ્યમાં આવેલા 24 ગામ પાટીદાર સમાજ દ્વારા પોતાના વતન બોરસદની મહા હોસ્પિટલ માટે જગદીશ ત્રિવેદીના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. 22 માર્ચે શનિવારે સાંજે ઈટોબિકો શહેરના શ્રૃંગેરી બેન્ક્વેટ હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં 24 ગામ પાટીદાર સમાજ ઉપરાંત અન્ય જ્ઞાતિના મળી કુલ 450 લોકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં કુલ 25,500 કેનેડિયન ડોલર એટલે કે રૂ. 15,30,000 જેવી માતબર રકમ એકત્ર થઈ હતી.
આ કાર્યક્રમમાં સૌપ્રથમ જગદીશ ત્રિવેદી તરફથી રૂ. 1 લાખનું દાન જાહેર થયા બાદ નટુભાઈ પટેલ (ટીન), જયસીલ પટેલ (ગુજરાતી ફૂડ), કમલ ભારદ્વાજ (લોટસ યુનરલ હોમ ), રાજુભાઈ પટેલ (એસ્સો ગેસ સ્ટેશન), શિતુલ પટેલ (રીઅલટર), કમલેશ પટેલ (SNR પ્રિન્ટિંગ), નંદીશ શેઠ (સેરો ઈન્વેસ્ટમેન્ટ) તથા ઉમેશ ભાવસાર (કેનેડિયન કોર્પોરેશન), કેતન અમીન (સ્ટેક પેન્કેક) જેવા દાતાઓ તરફથી દાનની સરવાણી વહેતી થઈ હતી. આમ કેનેડાથી કરુણાની ગંગા છેક બોરસદ સુધી પહોંચી હતી.