અમદાવાદઃ દુષ્કર્મના કેસના દોષી આસારામે નાદુરસ્ત તબિયત મુદ્દે હાઇકોર્ટમાં 6 મહિનાના જામીનની અરજી કરી હતી, જેની સુનાવણી કરતાં જસ્ટિસ એ.એસ. સુપૈયાએ છેવટે તેમનેે 3 મહિનાના જામીન મંજૂર કર્યા છે. જસ્ટિસ ઇલેશ વોરા અને જસ્ટિસ સંદીપ ભટ્ટની ખંડપીઠમાં બંને જજના અભિપ્રાય અલગ થતાં આખરે આ કેસને જસ્ટિસ એ.એસ. સુપૈયાની કોર્ટમાં રિફર કરાયો હતો. જ્યાંથી આસારામના 3 મહિનાના જામીન મંજૂર કરવામાં આવ્યા છે.

