વડોદરામાં શ્રવણ સેવા ફાઉન્ડેશનના સેવાભાવી યુવાનોએ સતત બીજા વર્ષે ગૌમાતાને આમરસ પીરસી અનોખી સેવા અર્પણ કરી હતી. 20 શ્રવણ સેવકોએ 2100 કિલો રસ તૈયાર કરી ગૌશાળાની 9 ક્યારી ભરી ગૌમાતાને આરોગવા માટે પીરસવામાં આવ્યો હતો. ગૌશાળામાં અંદાજિત 700 જેટલી ગૌમાતા-નંદીજી મહારાજ તથા અન્ય પશુ વસવાટ કરે છે. જેથી ગણતરી પ્રમાણે પ્રતિ પશુ 2.80 કિલો કેરીનો રસ જમી શકે તે માટેનું આયોજન કરાયું હતું. અહીં ગાયો દ્વારા ક્યારી ખાલી કરાતાં ફરીથી ભરી અપાઈ હતી.