અમદાવાદઃ કોંગ્રેસના ઉદયપુરનાં પૂર્વ સાંસદ અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ગિરિજા વ્યાસ પૂજાવિધિ દરમિયાન દીવાના કારણે આગ લાગવાથી દાઝી ગયાં હતાં. તેમને તાત્કાલિક ઉદયપુરની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયાં હતાં, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં શિફટ કરાયાં છે. 79 વર્ષીય ગિરિજા વ્યાસ પૂજા કરી રહ્યાં હતાં ત્યારે તેમની સાડીના પાલવમાં દીવાથી આગ લાગી હતી.
હાલમાં તેમને અમદાવાદના એસ.જી. હાઇવે પર આવેલી એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. ઉદયપુરમાં સવારે 11:30 વાગ્યાની આસપાસ તેઓ પૂજા કરી રહ્યાં હતાં. આ સમયે તેઓ નીચે પડી જતાં માથામાં ઇજા થઈ હતી અને બ્રેઇન હેમરેજ પણ થયું હતું. તબીબોના મતે તેઓ અંદાજે 90 ટકા દાઝી ગયાં છે. હાલમાં તેમને વેન્ટિલેટર પર આઇસીયુમાં રાખવામાં આવ્યાં છે. મહત્ત્વનું છે કે ગિરિજા વ્યાસ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી હતાં.

