નવી દિલ્હીઃ કોંગ્રેસ રાજ્યસભાના સાંસદ ઇમરાન પ્રતાપગઢીએ જામનગરમાં રજૂ કરેલી ‘એ ખૂન કે પ્યાસે બાત સુનો’ કવિતા સોશિયલ મીડિયામાં શેર કરી હતી. જેને કોમવાદી ગણી પોલીસે તેમની સામે ફરિયાદ દાખલ કરી હતી. પ્રતાપગઢી સામેની આ ફરિયાદ રદ કરવા હાઇકોર્ટે ઇનકાર કરતાં આખરે મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. એ કેસની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે ગુજરાત પોલીસની ઝાટકણી કાઢી હતી અને એફઆઇઆર રદ કરી દીધી હતી.