પાલનપુરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 'મુખ્યમંત્રી ગૌમાતા પોષણ સહાય યોજના' શરૂ કરાઈ. પશુપાલન મંત્રી રાઘવજી પટેલે વિધાનસભામાં આ અંગેની માહિતી આપી હતી. બનાસકાંઠા જિલ્લામાં 22 પાંજરાપોળ, 188 ગૌશાળાઓમાં રહેતાં 84,836 પશુઓને લાભ મળ્યો છે. દરેક પશુને દૈનિક રૂ. 30ની સહાય અપાઈ છે. આ રીતે કુલ રૂ. 87.64 કરોડની સહાય વિતરીત કરવામાં આવી છે. બજેટમાં આ માટે રૂ. 500 કરોડની જોગવાઈ કરાઈ છે.