મહેસાણામાં વિમાન દુર્ઘટના સામે આવી હતી. દેલાથી ઉચરપી જતા સીમ વિસ્તારમાં તાલીમ વિમાન ક્રેશ થયું હતું. વિમાન દુર્ઘટનામાં પાઇલટ યુવતીને ઇજા થતાં સારવાર હેઠળ ખસેડાઈ હતી. મહેસાણામાં શહેર વચ્ચે આવેલા બ્લૂ એવિએશન કંપનીના વિમાનની દુર્ઘટનાનો સિલસિલો યથાવત્ રહ્યો છે. મહેસાણા એરોડ્રોમથી ફાઇનલ સ્ટેજ પર તાલીમ લેતી 22 વર્ષીય આલેખ્યા પચેટીએ એકલી જ પ્લેન લઈ ઉડાન ભરી હતી. પ્લેન ટેકઓફ થયા બાદ આકાશમાં બેકાબૂ બન્યું હતું અને ક્રેશ થઈ ઉચરપી ગામની સીમમાં ધડાકાભેર પટકાયું હતું.