અમદાવાદઃ કડીમાં સિંધીસમાજ દ્વારા આયોજિત ચંટીચંડ મહોત્સવમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિવાદિત નિવેદન કરતાં જણાવ્યું કે, ભારતમાતાના સંતાન તરીકે અને નાગરિક તરીકે તમે બધા ભળી ગયા છો, ત્યારે ભૂતકાળ ભૂલી જવાનો. જો કે પાકિસ્તાનમાં જે અત્યાચાર થયો, મુસલમાનોએ જે અત્યાચાર કર્યા એ બધું ભૂલી નથી જવાનું.
નીતિન પટેલે વધુમાં જણાવ્યું કે, હજુ પણ તમે જુઓ મુસલમાનોનું ભૂત ગમે ત્યારે અને ગમે ત્યાં ધૂણે જ છે. આપણાં અનેક મંદિરો ઉત્તરપ્રદેશમાં હોય કે પછી બીજે બધે હોય, મુસલમાનોએ તોડી કબજા લઈ મસ્જિદો બનાવી દીધેલી છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જે કામ કરી રહ્યા છે એ તમે બધા એ જુઓ છો. એ બધું જ પાછું આવશે, પરંતુ આપણે સહકાર આપવાનો. આપણી જરૂર પડે ત્યારે આપણે મદદ કરવાની. તમે જુઓ મહારાષ્ટ્રમાં ઔરંગઝેબનું ભૂત ફરીથી ધૂણ્યું છે.