તલગાજરડાઃ મોરારિબાપુ દ્વારા ભૂકંપગ્રસ્ત મ્યાનમારને રૂ. 9 કરોડની સહાયતા રાશિ અર્પણ કરાઈ. ભારતના પડોશી દેશ મ્યાનમારમાં વિનાશકારી ભૂકંપ આવ્યો, જેની તીવ્રતા 7.7 હતી. આ ભૂકંપ માત્ર મ્યાનમાર જ નહીં થાઇલેન્ડ, બાંગ્લાદેશ, ચીન અને ભારતમાં પણ અનુભવવામાં આવ્યો હતો. માહિતી મુજબ મ્યાનમારમાં 1600થી વધુ લોકોનાં માત થઈ ચૂક્યાં છે. અમેરિકાની સંસ્થાના અહેવાલ અનુસાર મ્યાનમારમાં 10 હજાર લોકોનાં મોતની ભીતિ સેવાઈ રહી છે.
આ ઉપરાંત મ્યાનમારને જાનમાલની પણ બહુ જ મોટી ખુવારી વેઠવી પડી છે. બાપુની રામકથા 29 માર્ચથી આર્જેન્ટિના ખાતે શરૂ થઈ, એ પહેલાં જ સમાચાર મળતાં તેમણે મ્યાનમારના લોકો પ્રત્યે એમની તીવ્ર સંવેદના વ્યક્ત કરી હતી. બાપુએ મ્યાનમારની કરન્સી અનુસાર રૂ. 9 કરોડની સહાયતા રાશિ પ્રેષિત કરી છે, જે યુકે સ્થિત રામકથાના શ્રોતા લોર્ડ ડોલરભાઈ પોપટ અને રમેશભાઈ સચદેવ દ્વારા મ્યાનમારની સરકારને પહોંચતી કરવામાં આવશે.