રાજકોટને ‘ઈકોનોમિક ઝોન’ તરીકે વિકસિત કરાશેઃ મુખ્યમંત્રી

Wednesday 02nd April 2025 05:08 EDT
 
 

રાજકોટઃ ‘પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં થયેલા ઔદ્યોગિક વિકાસના કારણે રાજ્યનાં તમામ શહેરોમાં આર્થિક ગતિવિધિનાં મોટાં કેન્દ્રો બની રહ્યાં છે. આ આર્થિક વિકાસના કેન્દ્રો 2047 સુધીમાં કેવાં હશે તેનું અત્યારથી જ આયોજન કરીને શહેરો તેમજ આસપાસના વિસ્તારોમાં વિકાસ માટે ‘ગ્રોથ હબ’ તરીકે વિકસાવવાનો પ્લાન બનાવાયો છે. રાજ્ય સરકારે 6 ગ્રોથ હબ વિકસાવવાનું આયોજન કર્યું છે, જેના માટે ખાસ રિજિયોનલ ઇકોનોમિક્સ પ્લાન બનાવાઈ રહ્યો છે, તેમાં રાજકોટને પણ એક ઝોન તરીકે વિકસાવાશે’ તેવું રાજકોટ આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.
રાજકોટ કોર્પોરેશન અને રૂડા (રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી)ના સંયુક્ત ઉપક્રમે કુલ રૂ. 565.63 કરોડનાં વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત તથા પીએમ આવાસ યોજનાના 183 લાભાર્થીઓને આવાસ ફાળવણીનો કોમ્યુટરાઇઝ્ડ ડ્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે જનમેદનીને સંબોધતાં મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, રાજકોટવાસીઓની સુખાકારીમાં વધારો થાય તે માટે એક જ દિવસમાં રૂ. 500 કરોડથી વધુના વિકાસકાર્યોનાં લોકાર્પણ-ખાતમુહૂર્ત થઈ રહ્યાં છે.
ચિંતા નહીં કરતા, પાણી અંગે આગોતરું આયોજન કરી રાખ્યું છે
રાજકોટમાં આગામી એપ્રિલ માસમાં સર્જાનારી પાણીની કટોકટી મુદ્દે શહેરીજનોને સતાવતી ચિંતાનો મુખ્યમંત્રીને આગોતરો અણસાર આવી ગયો હોય તેમ તેઓએ પોતાના વક્તવ્યના પ્રારંભમાં શહેરીજનોને પાણીની ચિંતા ન કરવા જણાવ્યું હતું. લોકોની તાલીઓ ઓછી પડતાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, તાલીઓ કેમ પાડતા નથી, શું કોઈ કામ અધૂરું રહ્યું છે, હજુ તો ઘણાં કામ આપવાનાં છે. રાજકોટને પાણીની ચિંતા ન થાય તે માટેનું આયોજન કરી નાખ્યું છે. મુખ્યમંત્રીએ પોતાના વક્તવ્યમાં સ્વચ્છતા બાબતે તંત્રને આડે હાથ લીધું હતું,


comments powered by Disqus