અમદાવાદઃ કન્નડ અભિનેત્રી અને આઇપીએસ અધિકારીની દીકરી રાન્યા રાવની બેંગલુુરુ એરપોર્ટ પર દાણચોરીના 15 કિલો સોના સાથે ઝડપાઈ હતી. આ કેસની તપાસમાં રાન્યાએ અમદાવાદ એરપોર્ટ દ્વારા પણ દાણચોરી કરી હોવાનું કબૂલ્યું છે. રાન્યા રાવ પોતે અમદાવાદ એરપોર્ટ પર નહોતી ઉતરી પણ તેની સાથેની મહિલાઓ દાણચોરીના સોના સાથે ઉતરી હોવાનું કબૂલ્યું, જેના આધારે દાણચોરી કરતી મહિલા પેડલર્સની યાદી તૈયાર કરાઈ છે.