રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા ઉદ્યમ ઉત્સવમાં દેશભરના કલાકારોએ ભાગ લીધો હતો. આ ઉત્સવમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ વાંકાનેરના એક કલાકારે માટીમાંથી બનાવેલી નોનસ્ટિક તાવડી તેમજ દહીંના બાઉલની ખરીદી કરી હતી. ઉદ્યમ ઉત્સવ માટે વાંકાનેરના ઈશ્વરભાઈને માટીકલા રજૂ કરવાની તક અપાઈ હતી.