વકફની સંપત્તિનું રક્ષણ વધશેેઃ અજમેર શરીફના વડા

Wednesday 02nd April 2025 06:14 EDT
 
 

નવી દિલ્હીઃ ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા વકફ બિલનો વિરોધ થઇ રહ્યો છે જ્યારે બીજી તરફ અજમેર શરીફે આ બિલને સમર્થન જાહેર કર્યું છે. એટલંુ જ નહીં તેને સુધારા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ પગલું પણ ગણાવ્યું છે. અખિલ ભારતીય સૂફી સજ્જાદનશીન પરિષદના અધ્યક્ષ અને અજમેર શરીફ દરગાહના વડા નસરુદ્દીન ચિશ્તીએ કહ્યું કે, વકફ બોર્ડ મુસ્લિમ સમાજના સુધારા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છ.
ચિશ્તીએ 2006ના સચર કમિટી રિપોર્ટનો ઉલ્લેખ કરી દાવો કર્યો કે, વકફની સંપત્તિથી વર્ષે રૂ. 12000 કરોડની આવક થઇ શકે છે. જોકે ખરેખર તો આ રકમ 20 હજાર કરોડથી પણ વધુની હોવી જોઇએ. મને આશા છે કે વકફ બિલથી બોર્ડમાં સુધારા કરવાથી પારદર્શિતા આવશે અને વકફની સંપત્તિનું રક્ષણ થશે.


comments powered by Disqus