આણંદઃ સરદાર વલ્લભભાઈ પટેલના મૃત્યુનાં 60 વર્ષ પછી મહેમદાવાદ તાલુકાના ગાડવા ગામની સીમમાં આવેલી જમીન 3 જણાએ બનાવટી દસ્તાવેજના આધારે પચાવી પાડી હતી. વર્ષ 2010માં સરદાર વલ્લભભાઈ પટેલની જમીનનો કઠલાલના ગઠિયાઓએ સોદો કર્યો હોવાનું ધ્યાને આવતાં વર્ષ 2012માં મામલતદારે ફરિયાદ કરી હતી. ફરિયાદનાં 13 વર્ષ બાદ હવે સંસ્થા હસ્તકની સરદારની જમીન પચાવી પાડવાના ગુનામાં 3 ગઠિયાને 2 વર્ષની કેદની સજા ફટકારી છે.
ગાડવા ગામની સીમમાં આવેલી સરવે નં. 270ની આશરે 6 વીઘા જમીનના માલિક અને કબજેદાર તરીકે ગુજરાત પ્રાંતીય સમિતિ (ગુપ્રાસ) અને દેશના પૂર્વ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલનું નામ વર્ષ 1930-31થી વર્ષ 2004 સુધી રેવન્યુ રેકર્ડ પર હતું. દરમિયાન વર્ષ 2004માં મહેમદાવાદ મામલતદાર કચેરીએ કોમ્પ્યુટરાઇઝેશન રેકર્ડ કરતાં કબજેદારમાં ગુપ્રાસના પ્રમુખ વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલના નામને બદલે માત્ર વલ્લભભાઈ ઝવેરભાઈ લખાયું હતું. ત્યારે કઠલાલના અરાલમાં રહેતા ભૂપેન્દ્રભાઈ ડાભીએ ગામના હીરાભાઈ કલાભાઈ ડાભીને વલ્લભભાઈ ઝવેરભાઈ તરીકેનું ખોટું નામ ધારણ કરાવી વર્ષ 2004-05માં વેચાણ આપનાર તરીકે અંગૂઠો
કર્યો હતો.