સુરતઃ ઇકોનોમી રિજિયનમાં બિઝનેસની સાથે ટૂરિઝમ હબ બનાવવ કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે. જેમાં ક્રૂઝ સર્વિસથી લઈ બીચ ફ્રન્ટ ડેવલપમેન્ટ, ડિઝની લેન્ડ થીમ પાર્ક, હોટેલ્સ અને બીચ રિસોર્ટ ઊભા કરવાનું પણ આયોજન છે. આ ઉપરાંત દરિયાઈ માર્ગથી મુંબઈ, ગોવા, દ્વારકા-સોમનાથ સુધી સુરતને કનેક્ટ કરવા ક્રૂઝ ટૂરિઝમ શરૂ કરવા બે સર્કિટ પ્રપોઝ કરાઈ છે, જેમાં ક્રૂઝ સર્વિસથી સુરતને કનેક્ટ કરવાનું આયોજન હેઠળ હજીરા અને ઉભરાટ બીચ ખાતે ક્રૂઝનાં ટર્મિનલ બનાવાશે.