વેરાવળઃ સોમનાથ મંદિર ટ્રસ્ટે ભક્તોને મહત્ત્વપૂર્ણ ચેતવણી જાહેર કરી છે. ટ્રસ્ટે જણાવ્યું છે કે, ગૂગલ સર્ચ પર સોમનાથ બુકિંગના નામે અનેક બોગસ વેબસાઇટ્સ સક્રિય છે, જેના દ્વારા ભક્તોને છેતરવામાં આવી રહ્યા છે.
સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા વ્યાજબી દરે અતિથિગૃહની સુવિધા પૂરી પડાય છે. આ અતિથિગૃહોનું બુકિંગ માત્ર somnath.org વેબસાઇટ પર જ થાય છે. ટ્રસ્ટે સ્પષ્ટ કર્યું છે કે, તેઓ ક્યારેય ટેલિફોન, QR કોડ કે UPI દ્વારા પેમેન્ટ સ્વીકારતા નથી. લોકોએ ઓનલાઇન બુકિંગ વખતે સાવચેતી રાખવી જરૂરી છે. સ્પોન્સર્ડ વેબસાઇટ્સ પર આંધળો વિશ્વાસ મૂકવાને બદલે સત્તાવાર વેબસાઇટનો જ ઉપયોગ કરવો.