ભુજઃ કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન-કાસેઝએ ન માત્ર ભારત પરંતુ એશિયાનું સર્વપ્રથમ સ્થાપિત સેઝ હતું. આજે 61 વર્ષની યાત્રા ખેડ્યા બાદ ગતવર્ષના આંકડા આપતાં કાસેઝ પ્રશાસને જણાવ્યું કે, 2024-25 ના જાન્યુઆરી સુધીમાં કાસેઝમાં કુલ રૂ. 6200 કરોડનું કુલ પ્રોડક્શન કરાયું હતું, જેમાંથી રૂ. 4322 કરોડની કુલ નિકાસ થતાં વિદેશી હૂંડિયામણની આવક થઈ હતી. વિવિધ કંપની અને સામગ્રીનું ઉત્પાદન કરતાં યુનિટ સક્રિય થવાથી 40 હજાર લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષરૂપે રોજગારી મળે છે.